સુરતમાં અવરનેશ સેમીનારનુ આયોજન કરાયુ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અવરનેશ સેમીનારનુ આયોજન કરાયુ
સુરત શહેર પોલીસ દ્વારા રાહ-વીર યોજના અંગે માહિતી અપાઈ

સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલ તાલીમ કેન્દ્રમાં પોલીસ દ્વારા રાહ વીર યોજના અંગે અવરનેશ સેમીનારનુ આયોજન કરાયુ હતું જેમાં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત હોય તેને હોસ્પિટલે પહોંચાડનારને ઈનામ અપાશે તેમ જણાવાયુ હતું.

સુરત અઠવાલાઇન તાલીમ કેન્દ્રમાં સુરત શહેર પોલીસ દ્વારા રાહ-વીર યોજના અંગે માહિતી અપાઈ હતી. રાહ-વીર યોજના અંગે અવરનેશ સેમીનાર યોજાયો હતો. જેમાં પોલીસ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફને માહિતી મળે તે માટે સેમિનાર નુઆયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે માર્ગ અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તો તેમને હોસ્પિટલ પહોંચાડનાર વ્યકિતને 25 હજારનું ઈનામ આપવામાં આવશે. તો પોલીસ દ્વારા મદદ કરનાર મદદગારની કોઈ પુછપરછ નહી કરવામાં આવશે તેમ પણ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *