સુરતમાં તાપી ટ્રાવેલ એક્સ્પોનું આયોજન કરાયુ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં તાપી ટ્રાવેલ એક્સ્પોનું આયોજન કરાયુ
સ્ત્રી સશક્તિકરણના થીમ પર એક્સ્પોનું આયોજન કરાયુ
બિઝનેસ ટુ કન્ઝ્યુમર એક્સ્પોમાં 170 થી વધુ સ્ટોલ છે

સુરતમાં તાપી એસોસીએશન દ્વારા તાપી ટ્રાવેલ એક્સ્પોનું આયોજન કરાયુ હતુ જેમાં ઉદ્યોગ, રોજગાર અને મહિલા સશક્તિકરણ તરફ અનોખી દિશા સાથે રોજગારીની તકો અને સ્ત્રી સશક્તિકરણ ના થીમ પર ટ્રાવેલ એક્સ્પોનું આયોજન કરાયુ હતું.

દિવાળી તથા અન્ય તહેવારોની રજામાં લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે તેવા સમયમાં વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પાસે પ્રવાસન માહિતી મેળવી ટુર પ્લાન  કરી શકે તેવા હેતુથી તાપી એસોસીએશન તરફથી ટીટીઈ 2025 તાપી ટ્રાવેલ એક્સ્પોના નામે એક અનોખી પહેલ કરવામાં આવી છે, જે 3 ઓગસ્ટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે અને પ્રજાજન માટે ખુલ્લો રહેશે, જ્યારે 4 ઓગસ્ટનો દિવસ માત્ર ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પુરતો સિમિત રહેશે. આ એક્સ્પોમાં એક જ છત નીચે દેશના કશ્મીરથી લઈ કન્યાકુમારી અને વિદેશમાં ઓસ્ટ્રેલિયા થી અમેરિકા સુધીના દરેક ડેસ્ટિનેશનના પેકેજીસ તેમજ ટ્રાવેલ સંબંધિત તમામ સર્વિસીસ, સુરતના નામંકિત અને વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા મળશે. આ બીટુસી બિઝનેસ ટુ કન્ઝ્યુમર એક્સ્પોમાં 170 થી વધુ સ્ટોલ છે જેમાં મુલાકાતીઓને ભારત અને વિશ્વભરના દેશો માટે આકર્ષક ટ્રાવેલ ઓફર્સ અને વિવિધ વિકલ્પો મળશે. આ ઉપરાંત, મુલાકાતીને ડ્રો સિસ્ટમ થ્રુ ગિફ્ટ અને અન્ય રોમાંચક ઑફર્સનો લાભ મળશે, જે આ ઇવેન્ટને યાદગાર બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *