જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાને લઈને નીતિન પટેલનું નિવેદન.
આતંકવાદીઓએ નામ ધર્મ પૂછી હુમલો કર્યો
ભારતમાં શાંતિ હોય ત્યારે જ પાક નાપાક હરકત કરે છે
જમ્મૂ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાને લઈ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે,જેમાં તેમણે આ હુમલાને વખોડયો છે અને કહ્યું કે,આતંકવાદીઓએ નામ-ધર્મ પૂછી ઠાર કર્યા છે,અનેક રાજ્યમાંથી આવેલા યાત્રિકો પર હુમલો થયો છે,ભારતમાં શાંતિ હોય ત્યારે જ કટ્ટરવાદીઓ હુમલા કરે છે અને દેશની શાંતિને ડહોળે છે.
જમ્મૂ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાને લઈ નીતિન પટેલે વધુમાં કહ્યું કે,આતંકીઓ કાશ્મીર સુરક્ષિત નથી તે સાબિત કરવા માગે છે,અને પાકિસ્તાને હુમલો કરાવ્યો છે,દુનિયાના શક્તિશાળી નેતાઓ હુમલાની નોંધ લેશે અને સરકાર કડક પગલા લે તેવી કરોડો હિંદુઓની માગ છે અને પાકિસ્તાન જિંદગીમાં ભૂલી ન શકે તેવી કાર્યવાહી કરાય તેવી માગ ઉઠી છે.
આતંકવાદીઓએ નામ ધર્મ પૂછી ઠાર કર્યા છે અને પાકિસ્તાન હમેશા સત્તત જયારે ભારતમ શાંતી હોય ત્યારે જ આવા કટ્ટરવાદીઓ દ્વારા હુમલા કરાવે છે,વિદેશી મહેમાનની ભારતમાં હાજરી હોય ત્યારે હુમલા કરે છે,દુનિયામાં શક્તિશાળી નેતાઓ પણ આ હુમલાની નોંધ લેશે અને આ હુમલાએ પાકિસ્તાને અમેરિકાને બતાવ્યું છે કે તમે મુલાકાત કરો તમે એક રહો પરંતુ અમે આ હુમલા કરતા રહીશું,અમિત શાહે ગઈકાલે સાંજે જ પહોંચીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી,ગુજરાતના 3 નાગરિકો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
