નશામુક્ત સુરત અભિયાન અંતર્ગત લિંબાયત પોલીસની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

નશામુક્ત સુરત અભિયાન અંતર્ગત લિંબાયત પોલીસની મોટી કાર્યવાહી
મીઠીખાડી વિસ્તારમાં નશાકારક ગોળીઓનું છૂટક વેચાણ કરતો આરોપી ઝડપાયો
આરોપી પાસેથી લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો

સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત લિંબાયત પોલીસે મોટી કાર્યવાહી કરી હોય તેમ મીઠીખાડી વિસ્તારમાં નશાકારક ગોળીઓનું છૂટક વેચાણ કરતા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે લિંબાયત પોલીસે નશાકારક ગોળીઓના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે મીઠીખાડી વિસ્તારમાં આઝાદ ચોકની ગલી નંબર-2માં વસીમ સૈયદ નામનો શખ્સ પોતાના ઘરમાં નશાકારક ગોળીઓનું છૂટક વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા વસીમ કૈયુમ સૈયદ નામનો આરોપીને ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી કાપેલા અને આખા મળી કુલ 35 પત્તામાંથી 525 નશાકારક ગોળીઓ કબજે કરી હતી. આ ઉપરાંત મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 2 લાખ 15 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આ ગોળીઓનો જથ્થો આફરીન વસીમ સૈયદ પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું છે. જેથી પોલીસે આફરીનને શોધવા સહિત વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *