જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર હુમલો

Featured Video Play Icon
Spread the love

જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર હુમલો
સુરતમાં આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ
ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીના પેટમાં તેલ રેડાયું

જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર કરાયેલા હિંચકારા હુમલાના વિરોધમાં સુરતમાં આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતું.

સુરતના રીંગરોડ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને જણાવ્યુ હતું કે આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં સૌથી લોકપ્રિય અને સૌની આશા બની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે. આમ આદમી પાર્ટી ભાજપની નિતીઓ અને ભાજપના ભ્રષ્ટાચારનો વિરોધ કરે છે તો કોંગ્રેસને પેટમાં દુઃખે એવી સ્થિતિ છે. હાલતમાં જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં ભાજપે આયોજનપૂર્વક કોંગ્રેસના માણસ પાસે ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકીને હુમલો કરાવ્યો જેના વિરોધમાં રિંગરોડ પર ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આપના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *