અમરોલીમાં ચોરાયેલી એક્સેસ મોપેડ સાથે વાહનચોર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

અમરોલીમાં ચોરાયેલી એક્સેસ મોપેડ સાથે વાહનચોર ઝડપાયો
કોસાડ લેક ગાર્ડન પાસેથી ચોરીની એક્સેસ મોપેડ મળી
અમરોલી પોલીસે રીઢા વાહનચોરને ઝડપી પાડ્યો

સુરતના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસાડ લેક ગાર્ડન પાસેથી ચોરી થયેલી એક્સેસ મોપેડ સાથે રીઢા વાહન ચોરને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરતમાં રોજેરોજ વાહન ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે અમરોલી પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. અમરોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અમરોલી પોલીસની સર્વેલન્સ સ્ટાફની ટીમે મળેલી બાતમીના આધારે અમરોલી કોસાડ લેક ગાર્ડન પાસેથી ચોરાયેલી મોપેડ એક્સેસ સાથે રીઢા વાહન ચોર પ્રબાત ઉર્ફે પ્રેમ કમલેન્દ્રસિંહને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી મોપેડ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *