સુરતમાં પૂર જેવી સ્થિતિ હજુ પણ યથાવત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પૂર જેવી સ્થિતિ હજુ પણ યથાવત
લીંબાયતના કમરૂનગર આવાસમાં ભયાનક દ્રશ્યો સામે આવ્યા
ઈમારતોની નીચે ગળાડૂબ પાણી ભરાતા લોકો ઘરમાં જ કેદ

સુરતમાં પૂર જેવી સ્થિતિ હજુ પણ યથાવત હોય તેમ લીંબાયતના કમરૂનગર આવાસમાં ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ઈમારતોની નીચે ગળાડૂબ પાણી ભરાતા લોકો ઘરમાં જ કેદ બન્યા છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા કમરુનગર આવાસમાં ભારે વરસાદ બાદ પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. ઇમારતોની નીચે ગળાડૂબ પાણી ભરાતા રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. અનેક ગોડાઉન પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે મોટું નુકસાન થવાની આશંકા છે. પાર્કિંગમાં ઉભેલી 100થી વધુ બાઈકો પાણીમાં ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે. સમગ્ર વિસ્તાર પાણીમાં ફેરવાઈ જતાં સ્થાનિકો તાત્કાલિક પાણીના નિકાલ અને રાહત કામગીરીની માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *