ભાવનગરમાં શેત્રુંજી નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં શેત્રુંજી નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન
રેતી ખનન સામે એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી

ભાવનગરમાં શેત્રુંજી નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહીમાં અંદાજે રૂ. 97 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ભાવનગર એલસીબીની ટીમે રેતી ખનનમાં ઉપયોગમાં લેવાતા હિટાચી મશીન, ટ્રકો, પોન્ટૂન બાર્જ સહિતના સાધનો કબજે કર્યા છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. ખાણ-ખનિજ વિભાગની ઘોર બેદરકારી પણ આ સમગ્ર મામલે સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાવનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે સફળ કાર્યવાહી અંજામ આપી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *