નર્મદા ભૂછાડમાં કાળી વિદ્યાના વહેમમાં હત્યા

Featured Video Play Icon
Spread the love

નર્મદા ભૂછાડમાં કાળી વિદ્યાના વહેમમાં હત્યા
ભાઈએ જ સગા ભાઈની કરપીણ હત્યા કરી.
નાના ભાઈ ગુર્જી વસાવા પર ધારિયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો.

નર્મદા જિલ્લાના ભૂછાડ ગામે મતદાનના દિવસે બે સગા ભાઈઓ અને ભત્રીજીઓ વચ્ચે ઝગડો થતા ગુસ્સામાં આવી એક ભાઈએ બીજા ભાઈને ધારિયું મારી ઘટના સ્થળે મોત નિપજાવ્યું હતું.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભૂછાડ ગામે ભવાની ફળિયામાં રહેતા રમેશ બારભાઈ વસાવા અને તેના નાના ભાઈ ગુર્જી બારભાઈ અને મોટાભાઈ વિઠ્ઠલની બે દીકરીઓ સાવિત્રી અને શિલ્પા સાથે ઝગડો થયો હતો. કાળી વિદ્યા કરતા હોવાનો વહેમ રમેશ બારભાઈ વસાવા રાખતો હોવાને લઇને ઝગડો થયો હતો. જેમાં ઘરમાંથી ધારિયું લઈને રમેશ બારભાઈ વસાવાએ દુકાને ચા ખંડ લઈને આવતા ગુર્જી વસાવાને ગરદનના ભાગે ધારિયું માર્યું હતું. જેના પગલે ઘટના સ્થળે જ ગુર્જી વસાવાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ રાજપીપળા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આરોપી રમેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ કેસની તપાસ રાજપીપળા ટાઉન PI એસ.કે. ગામીત ચલાવી રહ્યા છે, જ્યારે સમગ્ર તપાસનું સુપરવિઝન DYSP પી.આર. પટેલ કરી રહ્યા છે.

જ્યારે સાવિત્રીબેનને માથાના ભાગે અને શિલ્પાબેન ને હાથના ભાગે ધારિયું મારતા બંને બહેનો ને ગંભીર ઈજાઓ પહોંચી તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે.લઈ જવામાં આવ્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે આ આરોપીએ અગાઉ 2005માં પણ પોતાના મોટા ભાઈને મારી નાખી જેલમાં ગયો હતો. પરંતુ પોતાની માતાએ દીકરા સાથે આઠ મહિનામાં સમાધાન કરી જેલમાંથી મુક્ત કરાવ્યો હતો. ત્યારે હવે આ બીજા પોતાના ભાઈની હત્યા કરી છે. જોકે હવે આ ગુનામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી હાલ તો જેલ ભેગો કરી દીધો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *