રાજકોટમાં ભાજપના મહિલા કાર્યકર ચોધાર આંસુએ રડ્યા.

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં ભાજપના મહિલા કાર્યકર ચોધાર આંસુએ રડ્યા.
વોર્ડ 9 ના કાર્યકર પ્રજ્ઞા પીઠડીયાને ટિકિટ ન મળતા સભા સ્થળે જ રડી પડ્યા.
OBC સમાજમાંથી ટિકિટ ન મળતા મહિલા કાર્યકર જાહેર મંચ પર ભાવુક

રાજકોટમાં ભાજપની ટિકિટ વહેંચણીને લઈને એક ઘટનાએ રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે. OBC સમાજમાંથી ટિકિટ ન મળતા મહિલા કાર્યકર પ્રગ્ના પીઠડિયા જાહેર મંચ પર ભાવુક થઈ ગયાં હતાં.

રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં મહિલા કાર્યકર પોતાની લાગણીઓ વ્યક્ત કરતી જોવા મળ્યાં હતાં. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ નિરાશા અને વ્યથા વ્યક્ત કરી રહ્યાં છે. પ્રગ્ના પીઠડિયા છેલ્લા 10 થી 12 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને પાર્ટી માટે સક્રિય રીતે કામ કરી રહ્યાં છે. OBC સમાજમાંથી તેઓએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી, પરંતુ અંતિમ યાદીમાં તેમનું નામ ન આવતાં તેઓ નિરાશ થયા.

સ્થળ પર હાજર ધારાસભ્ય દ્વારા સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પક્ષની અંદર અસંતોષ ન વધે તે માટે નેતાઓએ સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સૂત્રો જણાવે છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં OBC પ્રતિનિધિત્વ અને ટિકિટ વહેંચણીને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવી ઘટનાઓ પક્ષ માટે પડકારરૂપ બની શકે છે..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *