સુરતમાં અજાણી મહિલાના વિવિધ અંગો કોથળામાંથી મળી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અજાણી મહિલાના વિવિધ અંગો કોથળામાંથી મળી
કોથળો એક બાજુ બાંધેલી તથા ફાટેલી હાલતમાં હતો.
8 પોલીસ ટીમો તપાસમાં જોડાઈ

સુરતના છેવાડે સચિનમાં બુડિયાગામમાં ખાડી કિનારે બુધવારે બપોરે કોથળામાંથી મહિલાના શરીરના અંગો મળતા ચકચાર મચી જવા પામી છે.

સચીન જી.આઈ.ડી.સીમાં બુડિયાગામમાં રામજી રાજ મહેલ મંદિરના પાછળ ભાગે આવેલી ખાડીના કિનારેથી ૨૫થી ૩૫ વર્ષીય એક અજાણી મહિલાના વિવિધ અંગો કોથળામાંથી મળી આવ્યા હતા. તેના દાંત સાથે ખોપડી, દાંત સાથેનું જડબુ તથા અન્ય હાકડાઓ મળી આવ્યા હતા. કોથળો એક બાજુ બાંધેલી તથા ફાટેલી હાલતમાં હતો. જેમાં માનવ શરીરના વિવિધ અંગોના માંસ સહિત હાડકાઓ તથા વાળ, બંગડી , આંગળીઓમાં પહેરવાના ધાતુના કોયડા , પાયલ મળી આવી હતી. હાલમાં અકસ્માતે મોત નોધીને કાર્યવાહી કરવામાં આવી છે. જો કે પોલીસની ૭થી૮ ટીમ બનાવીને ખાડી જ્યાં સુધી પસાર થાય ત્યાં સુધી ચેક કરશે. મહિલા ગુમ થવાની ફરિયાદ નોંધાઈ કે જેની ગુમ થવાની ફરિયાદ બાકી સહિતના અંગે વધુ કાર્યવાહી સચીન જી.આઈ.ડી.સી પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *