સુરતની ખટોદરા પોલીસનું નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન

Featured Video Play Icon
Spread the love

સુરતની ખટોદરા પોલીસનું નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
ગાંજાના સાથે એક કિશોર અને મહિલા સહિત ત્રણ ઝડપાયા
2 લાખ 5 હજારથી વધુની મત્તા કબ્જે કરી

સુરતની ખટોદરા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાના સાથે એક કિશોર અને મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર તથાસ ંયુક્ત પોલીસ કમિશનર સેક્ટ 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 અને મદદનીશ પોલીસ કમિશનર એચ ડીવીઝનની સુચના મુજબ ખટોદરા પી.આઈ. બી.આર. રબારીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. જયરાજસિંહ તથા વિમલને મળેલી બાતમીના આધારે આઝાદ નગર ખાતે દરોડા પાડી રસુલાબાદમાંથી મહિલા સાબેરા સકીલ શેખ તથા અભિષેક પ્રશાંત પારિષ્કર અને એક બાળ કિશોરને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજાનો તથ્થો તથા રોકડા રૂપિયા સહિત 2 લાખ 5 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *