સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે કાર માલિકો સાથે છેતરપિંડી કરતા સાતીરને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે કાર માલિકો સાથે છેતરપિંડી કરતા સાતીરને ઝડપી પાડ્યો
સુરત ગ્રામ્ય અને સુરત શહેરમાં કાર ભાડે લઇ કાર બારોબાર વેચી દેતા
કાર ચાલકો કાર વિશે પૂછે તો કરતા ગલ્લા તલ્લા
સુરત શહેર અને ગ્રામ્યમાં અનેક કાર માલિકો બન્યા ભોગ
જયારે કાર માલિકોને શંકા જતા પોલીસને ફરિયાદ કરી
પોલીસ ફરિયાદ બાદ સુરત ગ્રામ્ય પોલીસ આવી હરકતમાં

વાત કરીએ એવા ભેજાબાજો ની જેમની નજર તમારી લક્ઝરીઝ કાર પર છૅ. તમને વધુ ભાડુ આપવાનું કહી તમારી કિંમતી અને મોંઘીદાટ કાર ભાડે લઇ જઈ બારોબાર વેચી દેતા અથવા ગીરવે મૂકી રોકડી કરી લેતા અને જયારે કાર માલિક કાર વિશે પૂછે ત્યારે ગલ્લા તલ્લા કરી દેતા પરંતુ કેટલાક કાર માલિકોને શંકા જતા તેઓએ પોલીસમાં ફરિયાદ કરતા આખુ રેકેટ બહાર આવ્યું હતું. જેમાં માસ્તર માઈન્ડ બારડોલીનો અંકિત પરેશ શાહનું નામ બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છૅ. જ્યારે વૈભવ દેસાઈ ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છૅ

કામરેજ પોલીસના જાપ્તા મા પોતાનું મોઢું શરમથી નીચું કરી મોં છુપાવી રહેલા આ યુવાનનું નામ અંકિત પરેશકુમાર શાહ છૅ. બારડોલીના 404 નંબર ના વિક્ટોરિયા એવન્યુ મા રહે છૅ. ચહેરા થી માસુમ લાગે છૅ પણ રીઢા આરોપીને શરમાવે એવું કામ કર્યું છૅ. આ આરોપી અંકિત અને તેના સાગરીતો સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લક્ઝરીઝ કાર ભાડે લેતા કાર માલિકને કહેતા N. R. I ને ફરવા લઇ જવાનું છૅ. કાર માલિકને વધારે ભાડુ નક્કી કરી તેમનો વિશ્વાસ જીતી એક, બે વાર કાર લઇ જતા અને સમયસર ભાડુ ચૂકવી દેતા અને ત્યાર બાદ તેમનો ખરો ખેલ શરૂ થતો જયારે મોંઘી કાર કાર માલિક આંખો બંધ કરી અંકિત અને તેના સાગરીત ને આપતાં ત્યારે એ કાર બારોબાર ગીરવે મૂકી દેતા અથવા વેચી રોકડી કરી લેતા હતા. જયારે કાર માલિક કાર માટે ફોન કરે ત્યારે ગલ્લા તલ્લા કરી દેતા જયારે કાર માલિકને શંકા જતા પોલીસ ફરિયાદ કરતા અંતે સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી અને આરોપી અંકિત ને હાઇવે પરથી ઝડપી પાડી તેની ધરપકડ કરી છૅ

પોલીસના હાથે ઝડપાયેલા અંકિત શાહની પૂછપરછ કરી અને જે વિગત બહાર આવી એનાથી પોલીસ પણ ચોકી ગઈ કેમકે આરોપી અંકિત અને વૈભવ દેસાઈ કાર માલિકો નૉ સંપર્ક કરતા અને કાર માલિકને વિશ્વાસમાં લઇ તેમની કાર ભાડે લઇ જતા અને આ કાર અલગ અલગ સાહેદો પાસેથી રૂ. લઇ કાર ગીરવે મૂકી દેતા હતા. પોલીસે આરોપી અંકિત પાસેથી સાત જેટલી લક્ઝરીઝ કાર કબ્જે લીધી છૅ.આરોપી અંકિત શાહ અને વૈભવ દેસાઈ કાર માલિકો ને ઊંચું ભાડુ ચૂકવી કાર લઇ જતા. એક, બે વાર સમયસર ભાડુ અને કાર, કાર માલિકે આપી દેતા આથી બંને પર કાર માલિકો ને વિશ્વાસ આવે. પરંતુ આ બને સાતીર દિમાગ ના યુવાનો છૅ. સુરત ગ્રામ્ય અને સુરત શહેરમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી ચુક્યા છૅ બને વિરુદ્ધ કામરેજ, કોસંબા અને અમરોલી પોલીસ મથકે ગુના નોંધાઈ ચુક્યા છૅ. હાલ અંકિત જેલની હવા ખાઈ રહ્યો છૅ અને વૈભવ દેસાઈ વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છૅ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *