સુરત : લીંબાયતના મોડીરાત્રે હત્યાની ઘટના બની
તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાનની હત્યા કરાઈ
પોલીસે લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે ખસેડી
સુરતમાં હત્યાના બનાવો વધી રહ્યા હોય તેમ લિંબાયતના વાટિકા ટાઉનશીપ પાસે મોડી રાત્રે યુવાન પર ચપ્પુથી હુમલો કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે.
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો તરાપ મારી રહ્યા છે ત્યારે લીંબાયતના મોડીરાત્રે હત્યાની ઘટના બની હતી. લિંબાયતમાં આવેલ વાટિકા ટાઉનશીપ પાસે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાનની હત્યા કરાઈ હતી. તો પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી હત્યા કરાઈ હોવાની ચર્ચા જોવા મળી હતી. બનાવની જાણ થતા લિંબાયત પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે ખસેડી હતી જ્યારે હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
