માંડવી : આરસીએમઅભ્યાનને 25 વર્ષ પૂર્ણ થતા આરસીએમ અભિયાન રૂપાંતર યાત્રા

Featured Video Play Icon
Spread the love

માંડવી : આરસીએમઅભ્યાનને 25 વર્ષ પૂર્ણ થતા આરસીએમ અભિયાન રૂપાંતર યાત્રા
યાત્રા 17000 કિલોમીટર 100 દિવસમાં પુરા ભારતમાં ભ્રમણ કરશે
ઉપલબ્ધિઓની વિડીયોના માધ્યમથી પ્રસ્તુતિ દર્શાવવામાં આવી

આરસીએમ અભ્યાનને 25 વર્ષ પૂર્ણ થતા આરસીએમ અભિયાન રૂપાંતર યાત્રા નું માંડવી ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું

RCM અભ્યાનને 25 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ભારતને નવા ભારતના નિર્માણનો એક નવો સંદેશ પહોંચાડવા ભીલવાડા રાજસ્થાન થી 16 તારીખે નીકળી RCM અભિયાન રૂપાંતરણ યાત્રા 17000 કિલોમીટર 100 દિવસમાં પુરા ભારતમાં ભ્રમણ કરશે જે અંતર્ગત RCM રૂપાંતરણ યાત્રા માંડવી માં 22 તારીખે પહોંચી અને સજાવટ કરેલ RCM રૂપાંતરણ રથ નું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વરસાદની સ્થિતિમાં પણ મોટી સંખ્યામાં નગરજનોએ અને RCM સેવકોએ ભાગ લીધો. નગરપાલિકા ગ્રાઉન્ડથી હોળી ચકલા સોની ફળિયુ જૈન દેરાસર સુપડી વિસ્તાર થઈ પરત નગરપાલિકા ગ્રાઉન્ડ પર પરત યાત્રા પહોંચી જેમાં ઉત્સાહ સાથે લોકો જોડાયા. ત્યારબાદ નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા નું આયોજન થયું જેમાં સેવા સ્વાસ્થ્ય અને સંસ્કારના ઉદ્દેશ્ય સાથે RCM અભિયાન દ્વારા 25 વર્ષની નવા ભારતનું નિર્માણ માટે કરેલુ ઉપલબ્ધિઓની વિડીયોગ્રાફીના માધ્યમથી પ્રસ્તુતિ દર્શાવવામાં આવી જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, નટુભાઈ રબારી, મીનાબેન શાહ, અલ્કાબેન લોઢા ,આનંદભાઈ શાહ, દેવીલાલ શર્મા તેમજ RCM ના આગેવાન શ્રી મહાવીર સહારાન, દિનેશભાઈ શેલડીયા , તેજસભાઈ રાજપુરોહિત, શૈલેષભાઈ, રાણાભાઇ, જય પ્રકાશ ચૌધરી, માધુભાઈ ચૌધરી તેમજ માંડવી વિસ્તાર તથા આજુબાજુ વિસ્તારના RCM સેવકો ઉપસ્થિત રહ્યા ત્યારબાદ આ રૂપાંતરણ યાત્રા સુરત તરફ પ્રયાણ થઈ અને 23 તારીખે સુરત ખાતે ભવ્ય RCM રજત જયંતિ મહોત્સવ ઉજવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *