સુરતમાં વોન્ટેડ આરોપીઓ ઝડપાયા
ઉત્રાણ પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા
શીવરતન રામકુમાર કોરી અને પ્રવિણ બાલા પાટીલની ધરપકડ
સુરતની ઉત્રાણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઘરફોડ ચોરી તેમજ મોટર સાઈકલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
આગામી દિવાળીના તહેવારને લઈ ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને લઈ ઉત્રાણ પોલીસની ટીમ પી.આઈ. ડી.યુ. બારડ અને એન.જી. પટેલના માર્ગદર્શન હેઠલ પી.એસ.આઈ. એ.આર. પાટીલની સુચનાથી પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. કિરણસિંહ તથા સમીરને મળેલી બાતમીના આધારે તથા સીસીટીવી અેન હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે ઘરફોડ ચોરી તેમજ બે મોટર સાઈકલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ શીવરતન ઉર્ફે શીવા રામકુમાર કોરી અને પ્રવિણ ઉર્ફે બાલા સંજય પાટીલને ઝડપી પાડયા હતા અને તેઓ પાસેથી રોકડા રૂપિયા, ત્રણ વાહો તથા મોબાઈલ મળી 51 હજારથી વધુની મત્તા કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
