સુરત સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
બળાત્કારી આસારામનો ફોટો મૂકીને પૂજા કરી.
સિવિલના ડૉ.જિગીષા પાટડિયાએ કરી આસારામની ભક્તિ.
સુરત નવી સિવિલ હોસ્પિટલનો વિવાદીત વિડીયો સામે આવ્યો છે જેમાં હોસ્પિટલના ગેટ પર આસારામ બાપુનુ ફોટો મુકી આરતી કરાઈ હોય જેને લઈ વિવાદ સર્જાયો છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે. બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામ બાપુનો સિવિલ હોસ્પિટલમાં ફોટો મુકાયો હતો હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડીંગના ગેટ પર આસારામનો ફોટો મૂકીને આરતી કરાતા વિવાદ ઉભો થયો છે. તો આ અંગે સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને કંઈ પણ જાણ ન હતી અને તેઓએ કહ્યુ હતુ કે કોઈ પણ પ્રકારની પરમિશન પણ લેવામાં આવી ન હતી. આસારામ બાપુના ભક્તોના એક જૂથે તેમનો ફોટો સ્ટેમ સેલ બિલ્ડીંગના ગેટ પર મૂકીને આરતીનું આયોજન કર્યું હતું. આરતી દરમિયાન મંત્ર અને ભજન કરવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પરના ડોક્ટરો સાથે હાજર સિક્યુરિટીના જવાનો પણ આરતીમાં જોડાયા હતાં. તો સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. જે વિડીયો હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
