સુરતમાં હિરા વેપારી પાસેથી ઓનલાઇન હિરા મંગાવી ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં હિરા વેપારી પાસેથી ઓનલાઇન હિરા મંગાવી ઠગાઈ
દીલ્હીના મહાવીર જ્વેલર્સના લાલજી જેમ્સના નામે મેળવી ઠગાઈ
ભરત કરશન કોંધેલ, પિયુષ આહીર મીર અને વિપુલ ઉર્ફે ભાવેશ કાપડીને પકડ્યા

સુરતમાં હિરા વેપારી પાસેથી ઓનલાઈન ઈન્ડીયા માર્ટ વેબસાઈટ પર 4.50 લાખની કિંમતના હિરા દીલ્હીના મહાવીર જ્વેલર્સના લાલજી જેમ્સના નામે મેળવી ઠગાઈ આચરનાર ટોળકીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે.

સુરતના હિરા વેપારી પાસેથી દિલ્હીના મહાવીર જ્વેલર્સના લાલજી જેમ્સના નામે ઈન્ડિયા માર્ટ વેબસાઈડ પરથી સાડા ચાર લાખ રૂપિયાની કિંમતના હિરાનો ઓર્ડર કરી તે હિરા મેળવી લઈ રૂપિયા નહી આપી ઠગાઈ આચરનાર ટોળકી વિરૂદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઓનલાઈન ઠગાઈને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તપાસ હાથ ધરી હતી અને લાખોની ઠગાઈના ગુનામાં સંડોવાયેલી ટોળકીના ત્રણ ઠગો જેમાં મુળ બનાસકાંઠનો અને હાલ નવી મુંબઈ ખાતે રહેતા ભરત કરશન કોંધેલ, બીજો મુળ બનાસકાંઠાનો અને હાલ કામરેજ ખાતે રહેતો પિયુષ આહીર મીર અને ત્રીજો મુળ બનાસકાંઠનો અને હાલ કામરેજ હલધરૂગામ ખાતે રહેતા વિપુલ ઉર્ફે ભાવેશ કાપડીને ઝડપી પાડ્યા હતા અને તેઓનો કબ્જો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. તો ટોળકીએ આવી જ રીતે જયપુરના વેપારી સાથે પણ ઠગાઈ આચરી હોવાની કબુલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *