સુરતના સુર્યપુર ગરનાળામાં ફરી એકવાર ભારે વાહન ફસાયું
ભારે વાહન ફસાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ
આ ઘટનાને પગલે ગરનાળું બંધ કરવું પડ્યું
સુરતના સુર્યપુર ગરનાળામાં ફરી એકવાર ભારે વાહન ફસાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ગરનાળું બંધ કરવું પડ્યું હતું અને લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
સુરતના સુર્યપુર ગરનાળામાં સવારે આશરે 8 વાગ્યે એક ટ્રક ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. ટ્રક ગરનાળામાં અટવાઈ જતા તાત્કાલિક અસરથી માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને અન્ય તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ ક્રેઇનની મદદથી ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. ટ્રકના કારણે તૂટી ગયેલા ગર્ડરનું વેલ્ડિંગ કરી મરામત કરવામાં આવી હતી.
