અમરેલીમાં ધોધમાર વરસાદથી લોકોને હાલાકી
લાઠી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી,
લાઠીમાં ભારે વરસાદથી સોસાયટીમાં ભરાયા પાણી.
વિદ્યાનગર સોસાયટીમાં ઘરમાં પાણી ભરાતા હાલાકી.
અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિને કારણે અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ ભારે વરસાદી માહોલ સર્જાયો છે. લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થયું છે. અધિકારીઓએ સ્થાનિક લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને તેમના ઉત્પાદનોને નુકસાનથી બચાવવા તાડપત્રી રાખવાની સૂચના આપી છે. ત્યારે લાઠીના તાજપર, રામપર, ભુરખિયા અને આસોદરીયા સહિતના ગામોમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અમરેલીમાં મૂશળધાર વરસાદથી લાઠીમાં વિદ્યાનગર સોસાયટીમાં ઘરમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાની બેદરકારીના કારણે ઘરમાં પાણી ભરાતા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે
અમરેલી તાલુકાના વડેરા, નાના ભંડારીયા, સરંભડા અને ગાવડકા સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો. બગસરા-અમરેલી હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો. સ્ટેટ હાઈવે પરથી વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી