સુરતમાં ફરી એક વાર અસામાજિક તત્વો ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું
કુખ્યાત સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ પર મનપા નું બુલડોઝર ચાલ્યું
સજ્જુ કોઠારી પર બે વાર ગુજસીટોકના ગુના દાખલ
સુરતમાં માથાભારે અને હિસ્ટ્રીશીટરોને ત્યાં ડિમોલીશનની કામગીરી કરાઈ રહી છે ત્યારે સુરતની અઠવા પોલીસે બે બે ગુજસીટોક અને 35 જેટલા ગુનાઓ આચરનાર આરોપી સાજુ કોઠારીના ગેરકાયદે બાંધકામ પર બુલ્ડોઝર ફેરવી દીધુ હતું.
સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે ઉભા કરાયેલા બાંધકામને પોલીસ દ્વારા સુરત મનપાની મદદથી દુર કરાઈ રહ્યુ છે ત્યારે સુરતના અઠવા પોલીસ મથકની હદમાં નાનપુરામાં રહેતા માથાભારે તથા બે બે ગુજસીટોક અને 35 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામમાં બુલ્ડોઝર ફેરવી દેવાયુ હતું. સાજુ કોઠારીએ જમરૂખ ગલીમાં સરકારી જગ્યા પર ગેરકાયદે બાંધકામ કર્યુ હોય જેના પર ડીસીપી, એસીપી, પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓની હાજરીમાં બુલ્ડોઝર ફેરવી દેવાયુ હતું. જેને લઈ અસામાજિક તત્વોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો.