માંડવી: અરેઠ તાલુકાના તડકેશ્વર ઉશ્કેરમાં વીજ ચોરી ઝડપાય.

Featured Video Play Icon
Spread the love

માંડવી: અરેઠ તાલુકાના તડકેશ્વર ઉશ્કેરમાં વીજ ચોરી ઝડપાય.
વહેલી સવારે ડીજીવીસીએલ દ્વારા અચાનક રેડ
રૂપિયા 54 લાખની વીજ ચોરી ઝડપી પડાઈ.

આજરોજ ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ટી કે ચૌધરી,ડીજી વી સી એલ દ્વારા તડકેશ્વર અને ઉશ્કેર ગામે પોલીસ તંત્રના કાફલા સાથે રેડ કરવામાં આવી હતીજેમાં મોટી સંખ્યામાં—લગભગ 50 ટુકડી અને પોલીસ તંત્રના મોટા કાફલા સાથે તડકેશ્વર, ઉશ્કેર ગામે આવેલી ડીજીવીસીએલ ટીમે સમગ્ર વિસ્તારમાં લાઈટ કનેક્શન અને વીજ ચોરીના કેસોની વિગતવાર તપાસ શરૂ કરી છે.

દરેક વીજ ગ્રાહકનાઘરસુધી જઈને દરેક મીટર, વાયરિંગ અને કનેક્શનનું વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે. ઘણા સ્થળોએ શંકાસ્પદ કનેક્શન જોવા મળતા, સંબંધિત વ્યક્તિઓ પાસેથી તરત જ પૂછપરછ શરૂ કરાઈ છે. જેમાં કુલ 99કેસો માં રૂપિયા 54 લાખ ની વીજ ચોરી આજરોજ ઝડપી પાડવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ઘણા વીજ ગ્રાહકોએ સહકાર પણ આપેલ હતો અને વીજ ચોરીમાં પકડાયેલ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી જવાબ આપ્યો હતો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *