ભેસ્તાનમાંથી ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી
લાશ મળી આવતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ
એક બંધ ફ્લેટમાંથી નઝીર અહમદ નામના ઈસમની લાશ મળી
સુરતમાં શંકાસ્પદ લાશ મળવાનુ યથાવત હોય તેમ ભેસ્તાન વિસ્તારમાંથી એક ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ લાશ મળવાનુ યથાવત હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ફરી આવી જ એક શંકાસ્પદ લાશ મળી આવી હતી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક બંધ ફ્લેટમાંથી નઝીર અહમદ નામના ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ ભેસ્તાન પોલીસને થતા જ ભેસ્તાન પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને ફોરેન્સિક વિભાગને બોલાવી લાશનો કબ્જો લઈ તપાસ શરૂ કરી હતી. ત્યારે નઝીર અહમદની હત્યા થઈ છે કે આપઘાત કર્યુ છે કે કુદરતી રીતે મોત નિપજ્યુ છે તે અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
