સુરતમાં ઉત્તરાયણ પહેલા જ પતંગના દોરાથી ગળું કપાયું
મજુરાગેટ બ્રિજ પર બાઈક સવાર યુવાનનું ગળુ કપાયું
ઈજાગ્રસ્ત પશુપતિસિંહ ત્યાં જ પડી જતા રાહદારીઓએ હોસ્પિટલ ખસેડ્યા
સુરતમાં ઉત્તરાયણ પહેલા જ પતંગના કાતીલ દોરાથી ગળા કપાવવાની શરૂઆત થઈ હોય તેમ મજુરાગેટ બ્રિજ પર બાઈક સવાર યુવાનનું ગળુ કપાતા હોસ્પિટલે ખસેડાયો હતો.
સુરત શહેરમાં પતંગના દોરીથી બાઇક ચાલકનું ગળું કપાયું હતું. સુરતના મજૂર ગેટ બ્રિજ પર બાઈક લઈ પસાર થઈ રહેલા 45 વર્ષીય પશુપતિસિંહ પર અચાનક જ પતંગની દોરી આવી ગઈ હતી જેને લઈ પતંગની દોરી ગળામાં ભેરવાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને પશુપતિસિંહ ત્યાં જ પડી જતા રાહદારીઓએ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. તો ઈજાગ્રસ્ત અડાજણ ભક્તિનગરમાં રહેતો હોવાનુ અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનુ જાણવા મમળ્યુ હતું.
