હિંમતનગરમાં હૂડાના નોટિફિકેશન સામે ખેડૂતોમાં ભારે રોષ
85 થી વધુ દિવસથી ચાલતું આંદોલન
આંદોલન પાર્ટ-ટુ તરીકે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
જિલ્લામાં છેલ્લા 80 દિવસથી હૂડા મામલે હિંમતનગરની આસપાસના 11 ગામોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. જેના પગલે આજે 11 ગામોમાં થયેલી પદયાત્રાના સમાપન મુદ્દે હજારની જન સંખ્યામાં લોકો એકઠા થયા હતા, તેમજ આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે હુડા રદ કરવા આકલ કરાઈ છે, જોકે એવું ન થાય તો આવનારા સમયમાં રાજકીય રીતે પણ વ્યાપક પ્રત્યાઘાત સર્જાય તેમ છે.
હિંમતનગર સહિત આસપાસના 11 ગામોની હુડા મામલે થયેલ નોટિફિકેશન બાદ વિરોધનું વાવાઝોડું સર્જાયું છે. રાજકીય રીતે વિવિધ બેઠકો થયા બાદ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યારે સ્થાનિક આગેવાનો સહિત HUDA રદ કરવા માટે થયેલી સમિતિએ 11 ગામોનો પ્રવાસ કરી એકતા તેમજ હુડા રદ કરવા મામલે સ્થાનિક લોકોને સમજાવટ માટે પદયાત્રા કરી હતી. જેના પગલે આજે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ કોઈપણ સંજોગોમાં હુડા દૂર કરવામાં એક અવાજે તમામ લોકો જોડાયા હતા, જોકે મોટી સંખ્યામાં એકતા થયેલા લોકોએ પોતાનો રોજ જાહેર મંચ સહિત નિવેદનોમાં પણ દર્શાવ્યો હતો. આવનાર સમયમાં હુડા મામલે કેવા સમીકરણ સર્જાય છે, એ તો સમય જ બતાવશે, પરંતુ અત્યારે 11 જેટલા ગામોમાં મામલે રોષ વ્યાપ્યો છે, જે રાજકીય રીતે પણ કેટલાય નેતાઓ સામે પ્રશ્નાર્થ ઊભો કરે તો નવાઈ નહીં.
જોકે આવનારા સમયમાં હુડા રદ ન થાય તો કોઈ પણ કક્ષા સુધી સ્થાનિકો વિરોધ કરી શકે છે, સાથોસાથ આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો છે. જેમાં કોઈ પણ નેતાને પ્રવેશ બંધી ફરમાવી છે, જોકે તેમ છતાં પણ કોઈ પણ રાજકીય નેતા હિંમતનગર તાલુકાના ગામોમાં પ્રવેશ કરશે તો જાહેરમાં તેના કપડા ઉતારી લેવા સુધીની ચીમકી આપવામાં આવી છે …..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
