પીપાવાવ પોર્ટ સામે પાણી મુદ્દે ઉગ્ર વિરોધ
રાજુલાના ગામોમાં મીટર મૂકવાની કામગીરી સામે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, ધારાસભ્ય હીરા સોલંકી પણ પહોંચ્યા
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં આવેલા પીપાવાવ પોર્ટની પ્રાઈવેટ લાઈનમાંથી રામપરા, ભેરાઈ, દેવપરા સહિતના ગામડાના લોકોને પીવાનું પાણી મળતુ હતુ. હવે આજે પીપાવાવ પોર્ટ દ્વારા પાઈપ લાઈન પર મીટર નાખવાની કામગીરી આજે પોલીસ બંદોબસ્ત સાથે કરવાની હતી. ત્યારે સ્થાનિક લોકોને માહિતી મળતા મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પીપાવાવ પોર્ટ સામે પાણીના મુદ્દે આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. રામરા, દેવપરા અને ભેરાઇ સહિતના ગામોના લોકો મોટી સંખ્યામાં ફોરવે માર્ગ પર એકત્રિત થયા હતા. આ ગામોને મહીપરી યોજના હેઠળ પીપાવાવ પોર્ટ માટેની પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ પોર્ટ દ્વારા અચાનક પાઇપલાઇન કનેક્શન માટે ગામોમાં મીટર મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ, સરપંચો અને સ્થાનિક રહેવાસીઓએ પીપાવાવ પોર્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શન દરમિયાન પીપાવાવ મરીન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી, રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ અને અન્ય આગેવાનો પણ ગ્રામજનોના સમર્થનમાં પહોંચ્યા હતા. ધારાસભ્ય હીરા સોલંકીએ તંત્રના અધિકારીઓને સૂચના આપી હતી કે પ્રથમ પાણીનો સંપ લગાડવો અને પછી જ મીટર લગાડવાની કામગીરી હાથ ધરવી. તેમણે જણાવ્યું કે ભેરાઇ અને રામપરા ગામને મહીપરી યોજના હેઠળ પાણી આપવામાં આવે છે અને અહીં પાણી માટે બીજો કોઈ વિકલ્પ નથી…
