ગાંધીનગરમાં વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા કોંગ્રેસનો વિરોધ.
3 દિવસના ચોમાસા સત્રની શરૂઆત પહેલા જ કોંગ્રેસનો વિરોધ.
મનરેગા કૌભાંડને લઈને બચુ ખાબડની ધરપકડની કરી માગ.
આજ તારીખ 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર એમ કુલ 3 દિવસ દરમિયાન 15 મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર શરૂ થયું છે. આ ત્રણ દિવસની સંભવિત કામગીરીની શરૂઆત પ્રશ્નોતરીથી થશે ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના પર પ્રથમ દિવસે કોંગ્રેસે મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે ગૃહ બહાર વિરોધ કરી તેમના રાજીનામાની માંગ કરી છે. આપ થી ચૂંટાયેલા વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ગૃહમાં હાજર રહ્યા છે. ત્રણ દિવસના ગુજરાત વિધાનસભાના સત્રની કોંગ્રેસ દ્વારા આક્રમક શરૂઆત થઈ છે. કોંગ્રેસ આગામી સ્થાનિક ચૂંટણીઓ અને ભાજપ સરકાર અને સંગઠનમાં વધતા અસંતોષનો પારખી સતત આંદોલન અને સરકાર વિરોધ કાર્યક્રમ કરવાના મૂડમાં છે. દક્ષિણ ગુજરાતમાં વિકાસ પ્રોજેક્ટ મુદ્દે જમીન સંપાદન, તો મધ્ય ગુજરાતમાં દાહોદના મનરેગા કૌભાંડ, વિવિધ સ્થાનો એ વિસ્થાપન તો કોન્ટ્રાક્ટ નોકરી તથા બેરોજગારી મુદ્દે કોંગ્રેસ ગૃહમાં અને જાહેર સ્થળોએ સતત વિરોધ કરશે એવો માહોલ છે.
શું છે કોંગ્રેસનો વિરોધ અને માંગ જાણીએ…ચોમાસા સત્રના આરંભે ગુજરાત વિધાનસભા ગૃહના પગથિયા પર કોંગ્રેસ ધારાસભ્યોએ પ્લે કાર્ડ લઈ સરકારના ભ્રષ્ટાચાર સામે વિરોધ સૂત્રોચ્ચાર સાથે કર્યો હતો. કોંગ્રેસની માંગ મંત્રી બચુ ખાબડના રાજીનામાની હતી. સત્ર ફક્ત 3 દિવસનું હોવાથી પ્રશ્નોત્તરી માટે અને ચર્ચા માટે પ્રમાણમાં ઓછો સમય છે, ત્યારે કોંગ્રેસ આક્રમક વિરોધ કરી પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. આજે વિધાનસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહેલી વાર ગૃહમાં હાજર રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
