ભરૂચમાં મેઘરાજાએ ખેડૂતોની માઠી બેસાડી!
અંકલેશ્વર નદીકાંઠાના ગામોમાં ખેતી-પાકને ભારે નુકસાન.
ભરૂચ આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીની સપાટી 101 ફૂટ નજીક પહોંચી ગઈ છે. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા નદીના પાણીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કપાસ, તુવેર, ચોળી, ભીંડા અને મરચાંના પાક પાણીમાં ડૂબી ગયા છે.
આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા નદીનું પાણી ભરૂચ આમોદ તાલુકામાં જુના મંગનાદ, મહાપુરા, કુંઢળ, ખાનપુર અને બોજાદ્રા ગામના ખેતરોમાં ફરી વળ્યું છે. જુનાવાડિયા માર્ગ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં કપાસ, તુવેર, ચોળી, ભીંડા અને મરચાંના પાક પાણીમાં ડૂબી ગયા છે. આમોદના મામલતદાર ડૉ. મયુર વરિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયાએ સ્ટાફ સાથે નદીકાંઠાના ગામોની મુલાકાત લીધી છે. તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે. ભરૂચમાં મેઘરાજાએ ખેડૂતોની માઠી બેસાડતા અંકલેશ્વર નદીકાંઠાના ગામોમાં ખેતી-પાકને ભારે નુકસાન થતા ખેડૂતોએ દિવાળીમાં રોવાનો વારો આવ્યો છે
મામલતદારે તલાટીઓને સતર્ક રહેવા અને ગામોમાં નિયમિત રીતે પરિસ્થિતિની માહિતી આપવા સૂચના આપી છે. લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ અનિચ્છનીય ઘટના બને તો તુરંત મામલતદાર કચેરીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
