વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે આક્ષેપ સાથે વિરોધ
એબીવીપી દ્વારા એમએના અનેક વિષયોમાં સરકારી બેઠકોના ઘટાડાનો વિરોધ
સરકારી બેઠકો 63 માંથી ઘટાડી 30 કર્યા હોવાના આક્ષેપ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે એબીવીપી દ્વારા એમએના અનેક વિષયોમાં સરકારી બેઠકો 63 માંથી ઘટાડી 30 કર્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ કરાયો હતો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીએ વિરોધ કર્યો હતો અને આક્ષેપ કરતા કહ્યુ હતુ કે એમએના અનેક વિષયોમાં સરકારી બેઠકો 63માંથી ઘટાડી 30 કરી છે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સોશિયોલોજી અને ઈકોનોમિક્સ સહિત 14 વિષયોમાં ઘટાડો થયો છે. બેઠકો ઘટાડતા વિદ્યાર્થીઓ પર ફીનો બોજ વધશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ હતી. તો 3 હજારની આસપાસની ફી વધીને 15થી 20 હજાર સુધી પહોંચી શકે એવો દાવો એબીવીપીએ કરી આ નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે એબીવીપીએ સૂત્રોચ્ચાર અને દેખાવ કર્યા હતાં.
