નવસારીના આદિવાસી વિસ્તારોને વિકાસની ભેટ

Featured Video Play Icon
Spread the love

નવસારીના આદિવાસી વિસ્તારોને વિકાસની ભેટ
નવસારીમાં રૂ. 190.62 કરોડનાં વિકાસકાર્યોનું ભૂમિપૂજન
વાંસદાના ઘોડમાળ ગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત
માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓ તથા લાયબ્રેરીઓનાં વિકાસકાર્યોનો સમાવેશ
આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલ રહ્યા ઉપસ્થિત

નવસારી જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના વિકાસને નવી ગતિ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૯૦.૬૨ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. વાંસદા તાલુકાના ઘોડમાળગામ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ તથા પંચાયત હસ્તકનાં રસ્તાઓ અને સાંસ્કૃતિક વિભાગની લાયબ્રેરીઓ સહિતનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલ અને વલસાડ સાંસદ ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી જિલ્લાના વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકાના અનેક વિસ્તારો આજે પણ અંતરિયાળ ભૌગોલિક પરિસ્થિતિ અને માળખાકીય સુવિધાઓના પડકારોનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની સુવિધા, અવરજવર અને શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપતાં વાંસદાના ઘોડમાળ ગામે રૂ. ૧૯૦.૬૨ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. વિકાસકાર્યોની વાત કરીએ તો રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૧.૩૦ કરોડના ખર્ચે વાંસદા-વાંસીયાતળાવ-બોરિયાચ-ખાટા-આંબા-કણધા સુધીના રસ્તાના રિસરફેસિંગના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકામાં રૂ. ૫૫.૨૩ કરોડના ખર્ચે પાંચ જેટલા રસ્તાઓનાં કામોનું ખાતમુહૂર્ત સાથે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક વાંસદા તાલુકામાં રૂ. ૫૯.૬૫ કરોડના ખર્ચે સાત રસ્તાઓનાં કામો તથા વિવિધ ગામોમાં નોન-પ્લાન રસ્તાઓ, કોઝવે અને બ્રિજ સહિત રૂ. ૪૭.૯૨ કરોડના ખર્ચે ૩૩ જેટલાં કામોનું ભૂમિપૂજન કરાયું છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળગામ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અને સભાને સંબોધતા જણાવ્યું હતું કે માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ આદિવાસી વિસ્તારના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસને પણ મહત્વ આપવામાં આવ્યું છે. રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડા તાલુકાકક્ષાની લાયબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ચીખલી ખાતે રૂ. ૬.૧૩ કરોડ, ખેરગામ ખાતે રૂ. ૫.૫૫ કરોડ અને વાંસદા ખાતે રૂ. ૪.૮૪ કરોડના ખર્ચે લાયબ્રેરીઓના નિર્માણકાર્યોનું ભૂમિપૂજન કરવામાં આ લાયબ્રેરીઓ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી સાબિત થવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *