સુરતમાં બેન્ડ સ્પર્ધાનુ આયોજન કરાયુ
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો
સુરત રેન્જના તમામ જીલ્લાઓ અને સુરત શહેરની શાળાઓ વચ્ચે દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધાનુ આયોજન કરાયુ હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સુરત રેન્જ ના તમામ જીલ્લાઓ અને સુરત શહેરની શાળાઓ વચ્ચે દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધા શુક્રવાર 26 સપ્ટેમ્બરના રોજ સુરત પોલીસ હેડ ક્વાર્ટરની બાજુમાં પી.આઈ. ક્વાર્ટરની જગ્યાએ યોજાઈ હતી. તો આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર શાળાઓની કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ એકતા દિવસ 31 મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજવામાં આવતા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં શાળા બેન્ડનું પ્રદર્શન કરવા જશે. જેથી શુક્રવારે દક્ષિણ ઝોન આંતર શાળાની બેન્ડ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
