વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને પોષણયુક્ત આહારને લઈ વિરોધ
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોડી રાત્રે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને પોષણયુક્ત આહારને લઈ વિરોધ કરાયો હતો.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો. મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે દોડી જઈ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સાથે ચેંડા થતા હોવાનુ અને પોષણયુક્ત આહાર ન મળતુ હોવાના આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને આહારની માંગ સાથે સાથે એબીવીપીએ યુનિવર્સિટીના ગેટ પર જ વિરોધ કર્યો હતો.
