સુરતમાં બાવરીયા ગેંગના સાગરીત ઝડપાયા
આ ગેંગ મુસાફરોની ચેઈન સ્નેચીંગ કરતી હતી
એલસીબીની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડ્યો
રેલ્વે ટ્રેનોમાં મુસફરોની ભીડનો લાભ લઈ મુસાફરોની ચેઈન સ્નેચીંગ કરતી બાવરીયા ગેંગને હરિયાણા અને રાજસ્થાન ખાતેથી સુરત રેલ્વે એલસીબીની ટીમે ઝડપી પાડી છે.
રેલ્વે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રેલ્વે ટ્રેનોમાં મુસાફરોની ભીડનો તક લઈ મુસાફરોની ચેઈન સ્નેચીંગની ચોરીઓ કરતી બાવરીયા ગંગના સભ્યો હરિયાણા અને રાજસ્થાન ખાતે હોવાની માહિતી મળતી રેલ્વે એલસીબીની ટીમે ટોળકીની મહિલા કમલાદેવી સુરેશ સોલંકી બાવરીયા, સોનુ સુરેશ સોલંકી બાવરીયા, ધરમવીર ઓમપ્રકાશ બાવરીયા, રાધાદેવી રાજુ બાવરીયાને ઝડપી પાડી તેઓ પાસેથી સોનાની 3 ચેઈન, પાંચ મોબાઈલ મળી 2 લાખ 67 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી તો આ ટોળકી વિરૂદ્ધ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાયા છે.
