ગાંધીનગરના 61 માં સ્થાપના દિનની ઉજવણી

Spread the love

ગાંધીનગરના 61 માં સ્થાપના દિનની ઉજવણી
ટાઉન હોલ ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયો કાર્યક્રમ..
મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરના સફાઈ કર્મચારીનું કરાયું સન્માન.

ગાંધીનગરના 61 માં સ્થાપના દિવસ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025 માં રાજ્યના મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડ મેપ તૈયાર કરીને તેના અમલ માટેના ટાઈમ બાઉન્ડપ્લાનિંગ માટે પ્રેરક આહ્વાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવા વિકાસ વિઝનની શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ થાય અને ગુજરાતના શહેરો શહેરી વિકાસમાં દેશનું દિશા દર્શન કરનારા બને એવી આપણી નેમ છે.

મુખ્યમંત્રી રાજ્યના પાટનગર ગાંધીનગરના 61 માં સ્થાપના દિવસ અવસરે ગાંધીનગર મહાનગર પાલિકાના વિકાસ વિઝન ના લોન્ચિંગ અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરને સ્વછતા સર્વેક્ષણમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવવાના પાયામાં રહેલા સ્વછતા કર્મીઓનું સન્માન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે ગાંધીનગરે ગ્રીન સિટી સાથે હવે ક્લીન સિટીનું બિરૂદ મેળવ્યું છે તે જાળવી રાખવાની સૌની સહિયારી જવાબદારી બની રહે છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરીને શહેરી વિકાસની આખી પરિભાષા બદલી નાખીને હોલીસ્ટિક સિટી ડેવલપમેન્ટનો નવતર અભિગમ આપ્યો છે. એટલું જ નહિ ,નળ ગટર અને રસ્તાની સુવિધાથી આગળ વધીને નાગરિક લક્ષી સેવાઓ ટેકનોલોજીના ઉપયોગથી વિસ્તારવાની દિશા આપી છે. શહેરી વિકાસની બે દાયકા ની સિદ્ધિઓ અને સફળતાને પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ઉજવી રહ્યા છીએ. આ હેતુસર રાજ્યના અર્બન ડેવલપમેન્ટ બજેટમાં આ વર્ષે ૪૦ ટકાનો વધારો કરીને ૩૦ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નો જે સંકલ્પ કર્યો છે તેને રાજ્યના શહેરો સ્માર્ટ અને સસ્ટનેબલ સિટી ડેવલપમેન્ટથી સાકાર કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે દેશના વિકાસના આ અમૃત કાળમાં કેચ ધ રેઇન માટે મોટા પાયે જળ સંચય અને સંગ્રહ માટે અને અર્બન ફોરેસ્ટ વધારીને તેમજ એક પેડ માં કે નામ દ્વારા ગ્રીન કવર વધારવાની અપિલ કરી હતી. પર્યાવરણ જાળવણી સાથેના વિકાસ માટે હિમાયત કરતાં મુખ્યમંત્રીએ સોલાર રુફ્ટોપ અને વધુ ને વધુ ઇ મોબિલીટી અપનાવવા પણ અનુરોધ કર્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *