સુરતના અડાજણમાં તાપી નદી કિનારેથી અજાણ્યા યુવાનની લાશ મળી

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણમાં તાપી નદી કિનારેથી અજાણ્યા યુવાનની લાશ મળી
મેટ્રો બ્રિજ નીચેથી લાશ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ
મૃતકની ઓળખ મેળવવા પોલીસે હાથ ધર્યા પ્રયાસો

સુરતના અડાજણ વિસ્તારમાં તાપી નદી કિનારેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી હતી. મેટ્રો બ્રિજ નીચેથી મળી આવેલી લાશ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

સુરતના અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં તાપી નદીના કિનારે મેટ્રો બ્રિજ નીચેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચર્ચા અને ચકચાર મચી ગઈ હતી. અજાણ્યો મૃતક યુવાનની ઉંમર અંદાજે 35થી 40 વર્ષની હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. નદી કિનારે લાશ જોવા મળતા તાત્કાલિક સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃતક યુવાન કોણ છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *