સુરત પાંડેસરાની સહજ મિલમાં કામદારને કરંટ લાગતા મોત

Featured Video Play Icon
Spread the love

સુરત પાંડેસરાની સહજ મિલમાં કામદારને કરંટ લાગતા મોત
મિલ માલિકની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ,
લિંબાયતની મિલમાં પણ કરંટ લાગતા કારીગરનું કરૂણ મોત

સુરતના પાંડેસરાની સહજ મિલમાં સિલાઈ મશીન પર કામ કરતી વખતે કામદારને કરંટ લાગતા તેનું કરૂણ મોત નિપજ્યુ હતું. તો પરિવારજનોએ મિલ માલિકની બેદરકારીનો ગંભીર આક્ષેપ કરી ન્યાયની માંગ કરી હતી. તો લિંબાયતની મીલમાં પણ કરંટ લાગતા એક કારીગરનુ મોત નિપજ્યુ હતું.

સુરતના પાંડેસરાની સહજ મિલમાં કામ કરી રહેલા 21 વર્ષીય અનિલ શર્મા માટે કામનો દિવસ અંતિમ દિવસ સાબિત થયો હતો. વાત એમ છે કે મિલમાં સિલાઈ મશીન પર કામ કરતી વખતે અચાનક કરંટ લાગતા અનિલ શર્મા ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાને પગલે તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. અનિલના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોએ મિલ માલિકની બેદરકારીનો ગંભીર આક્ષેપ કરીને જવાબદારો સામે કાર્યવાહી અને ન્યાયની માંગ કરી હતી. બીજી તરફ, લીંબાયત વિસ્તારમાં પણ મિલમાં કામ કરતી વખતે 22 વર્ષીય કિશાન મિત્રાને કરંટ લાગ્યો હોવાના બનાવમાં તેનું મોત થયું છે. આમ, એક જ દિવસમાં વીજ કરંટથી ત્રણ લોકોના મોતની ઘટનાઓ સામે આવતા સુરતમાં ચકચાર મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *