સુરત સારોલીના ગોડાઉનમાં થયેલી ઘરફોડ ચોરી
પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો
સારોલી પોલીસે લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુરત સારોલીના ગોડાઉનમાં થયેલી ઘરફોડ ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢી ચોરી કરનાર રીઢાને ઝડપી પાડીને સારોલી પોલીસે લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુરતના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજપુરોહિત ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલી તરુપતિ મેટલના ગોડાઉનમાં ઘરફોડ ચોરી થઈ હતી. 14 ઓગસ્ટની રાત્રેથી 15 ઓગસ્ટની સવાર દરમિયાન અજાણ્યો ચોર ગોડાઉનમાં પ્રવેશ્યો હતો અને એલ્યુમિનિયમ, બ્રાસ તથા અન્ય ધાતુના ભંગાર સહિત 2 લાખ 41 હજાર 450ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવને લઈ ચોરીની ફરિયાદ બાદ સારોલી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ શરૂ કરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે રીઢા ચોર એવા તેજસિંગ દયાલ ઉર્ફે રામેશ્વરદયાલ શ્રીવાસ્તવને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી ચોરીનો ભંગાર અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી મળી સારોલી પોલીસે 7 લાખ 38 હજાર 950નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
