ભાવનગર તળાજામાં બે ભાઈઓને ચાર શખ્સોએ ઢોરમાર માર્યો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર તળાજામાં બે ભાઈઓને ચાર શખ્સોએ ઢોરમાર માર્યો
માથાભારે શખ્સએ વેપારના નામે રૂપિયા આપી વ્યાજ સાથે ઉઘરાણી
ઉઘરાણી સાથે અમાનુષી અત્યાચાર આચાર્યો

ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રહેતા બે ભાઈઓને તળાજા તાલુકાના બાબરીયાત ગામના શખ્સે ધંધામાં રોકાણ કરવાનાં નામે રૂપિયા આપી આ રૂપિયાની વ્યાજ સહિત પઠાણી ઉઘરાણી કરી બંને ભાઈઓનુ શખ્સ તથા સાગરીતોએ અપહરણ કરી ઢોરમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા શહેરમાં સરતાનપર રોડ પર રહેતા એક યુવાન બાબરીયાત ગામના ગોબર નામના શખ્સે થોડા મહિનાઓ પહેલાં મળીને કહ્યું હતું કે તું વ્યવસાય શરૂ કર મહેનત તારી રોકાણ મારૂં દર મહિને તારે મને ૩૦ હજાર રૂપિયા આપવાનાં આ શર્ત સાથે ગોબરે યુવાનને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા દરમ્યાન વ્યવસાય ચલાવતા યુવાને શર્ત મુજબ બે મહિના નિયમિત રીતે ગોબરને મહિને ૩૦ હજાર લેખે રૂપિયા ૬૦,૦૦૦/- આપ્યાં હતાં દરમ્યાન યુવાનનાં ઘરમાં આકસ્મિક દવાખાનું આવી જતા યુવાન સમયસર રૂપિયા આપી શક્યો ન હતો અને ધંધો પણ બંધ થઈ જતા નાણાં ધીરધાર શખ્સે યુવાન પાસે સાડા ત્રણ લાખ મુદ્દલ અને સાડા ત્રણ લાખ વ્યાજ સહિત કુલ રૂપિયા ૭ લાખની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી યુવાનના ઘરમાં મોટી બિમારી આવી હોય આથી યુવાનની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હોય આથી યુવાને વ્યાજ, મુદ્દલ ચુકવવા માટે સમય માગ્યો હતો પરંતુ ગોબરએ અવધિ આપવાની ના પાડતાં યુવાન મુશ્કેલમાં મુકાયો હતો અને આ ગોબરથી બચવા છુપાતો ફરતો હોય દરમ્યાન ગત ૫ ઓગસ્ટે યુવાન તથા તેનો ભાઈ ગોબર અને તેના સાગરીતોની ઝપટે ચડી જતા ગોબર સહિત ચાર શખ્સોએ બંને ભાઈઓનું અપહરણ કરી ગોબરની ઓફિસમાં લઈ જઈ રસની લાકડી, સરલીયુ તથા સ્ટીલની વોટર બોટલ વડે ઢોરમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જો બંને ભાઈઓ સારવાર માટે હોસ્પિટલમાં કે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ગયા તો જીવતા નહીં છોડીએ એવી ધમકી આપી તત્કાળ સાડા સાત લાખ રૂપિયા આપી દેવા જણાવી ઘરે જવા દિધા હતા અને આ બંને ભાઈઓના ઘર બહાર ગોબરએ માણસોનો પહેરો ગોઠવ્યો હતો દરમ્યાન ગતરોજ ઈજાગ્રસ્ત ભાઈઓ ગોબરના સાગરીતોની નજર ચૂકવી વાહન દ્વારા ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *