અમદાવાદ બોપલની એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં માસૂમ સાથે દુષ્કર્મ
5 વર્ષના બાળક સાથે આચરાયું જાતીય શોષણ
કર્મચારીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો ગંભીર આક્ષેપ
અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચોંકાવનારી ઘટનાં સામે આવી છે. સ્કૂલમાં જ નાના બાળક સાથે એક કર્મચારીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે.
LDR ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે સ્કૂલના જ કર્મચારીઓએ અડપલાં કરતા વાલીઓ રોષે ભરાયા હતા. સ્કૂલમાં જ કર્મચારીએ બાળક સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો વાલીઓએ આક્ષેપ લગાવી સ્કૂલને ફરિયાદ કરી હતી. ત્યારબાદ સ્કૂલ સંચાલકોએ અડપલાં કરનાર સસ્પેન્ડ કર્યો છે અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. નાના બાળક સાથે શારીરિક અડપલાની ઘટનાનો મામલો સામે આવતા સ્કૂલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ઘટનાની ગંભીરતા સમજીને સ્કૂલે કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે. તેમજ વાલીઓની ફરિયાદને ધ્યાનમાં લઇને તાત્કાલિક સ્કૂલે તપાસ શરૂ કરી છે. તેમજ DEO અને DPEOને પણ ઘટનાની જાણ કરી છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી LDR ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાઇમેરી વિભાગમાં અભ્યાસ કરતા એક નાના વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં થયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સ્કૂલના જ એક કર્મચારીએ બાળક સાથે વોશરૂમમાં અડપલાં કર્યા હતા. જો કે આ ઘટના બાદ બાળક પણ ડરી ગયો હતો. પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળક સાથે આ ઘટના બનતા તેને ઘરે જઈને તેના માતા પિતાને જાણ કરી હતી. જેથી દીકરા સાથે શારીરિક અડપલાંની ઘટના બનતા જ વાલીમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી તાત્કાલિક પોલીસ પણ સ્કૂલએ પહોંચી ગઈ હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
