સુરત જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર.
ઉકાઈ ડાબા અને જમણા કાંઠાની કેનાલ 90 દિવસ રહેશે બંધ.
નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 સુધી કેનાલ રહેશે બંધ.
સુરત જિલ્લામાં અને અંકલેશ્વર, હાંસોટ તાલુકાની 14 હજાર હેકટરથી વધારે જમીનમાં સિંચાઇનું અને અંકલેશ્વર શહેરના 3 લાખથી વધુ લોકોને પીવાનું પાણી પુરૂ પાડતી ઉકાઇ જમણા કાંઠાની કેનાલને 90 દિવસ માટે બંધ રાખવામાં આવશે. નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 સુધી કેનાલ રહેશે બંધ.
કેનાલ પર આવેલાં એકવા ડક અને સાયફન જર્જરિત બની જતાં તેના સમારકામ અને નવીનીકરણ માટે 90 દિવસનું શટડાઉન લેવાયુ છે, થોડા દિવસો પહેલાં સ્થાનિક ખેડૂતોએ રાજયના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલને રજૂઆત કરી હતી. તેમણે રાજયના મુખ્યમંત્રીનું આ બાબતે ધ્યાન દોરતાં કેનાલને માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવામાં આવશે. તેવી જાહેરાત કરી હતી હવે નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 સુધી 90 દિવસ માટે કેનાલ રહેશે બંધ.
ઉકાઇ જમણા કાંઠાની કેનાલ બે નદી નજીકથી પસાર થાય છે. આ નદીના ભાગ ઓવરહેડ ટનલ બોકસ જર્જરિત હોવાથી બંને તરફ નવીનીકરણ કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેના માટે 90 દિવસનો સમય લાગે તેમ હોવાથી નહેરને 90 દિવસ માટે બંધ કરવાનું નકકી કરાયું હતું,,,,કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
