26 મીએ સુરતમાં મોહર્રમ પર્વને લઈ તાજીયા જુલુસ
પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ
પર્વને સુખ, શાંતિ અને ભાઈચારા સાથે ઉજવવા પર ભાર મૂકાયો
આગામી શુક્રવાર 26 મીએ સુરતમાં મોહર્રમ પર્વને લઈ તાજીયા જુલુસ નિકળનાર હોય જેને લઈ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આગેવાનો અને ધર્મગુરૂઓ પણ હાજર રહ્યા હતાં.
સુરતમાં મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આવનાર 26 જૂનના રોજ મહોરમનો તહેવાર શહેરમાં ઉજવાનાર હોય જેને લઈ સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી બેઠકમાં તમામ ધર્મના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં. જેમાં પર્વને સુખ, શાંતિ અને ભાઈચારા સાથે ઉજવવા પર ભાર મૂકાયો હતો. તમામ પક્ષો વચ્ચે પરસ્પર સંકલન અને સહયોગ અંગે ચર્ચા થઈ હતી. તો સ્થાનિક આગેવાનોએ પોલીસ તંત્રને પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી.
