સુરતના ઇચ્છાપોર-મોરા રોડ પર ગમખ્વાર અકસ્માત, 21 વર્ષીય અમન કુમારનું મોત
વોલ્ટાસ કંપનીમાં નોકરી કરતા અમન સ્કૂટી પર કામ અર્થે જઈ રહ્યા હતા
અન્ય બાઈક સાથે ટક્કર થતાં અમન ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા અમનનું સારવાર દરમિયાન મોત
અકસ્માતની ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ
સુરતના ઇચ્છાપોર-મોરા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 21 વર્ષીય અમન કુમારનું કરુણ મોત નીપજ્યું હતું. વોલ્ટાસ કંપનીમાં નોકરી કરતા અમન કુમાર સ્કૂટી પર કામ અર્થે જઈ રહ્યા હતા, ત્યારે અન્ય બાઈક સાથે ટક્કર થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સિવિલમાં ખસેડાયો હતો જ્યાં મોત નિપજ્યુ હતું.
સુરતના ઈચ્છાપોર-મોરા રોડ પર અકસ્માતે 21 વર્ષીય અમન કુમારનો ભોગ લીધો છે. ઈચ્છાપોર નંબર-3થી મોરા તરફ સ્કૂટી પર જઈ રહેલા અમનને અન્ય બાઈક ચાલક સાથે ટક્કર વાગી હતી. અકસ્માતમાં છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થાનિકોએ 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે સારવાર દરમિયાન અમનનું કરૂણ મોત નીપજ્યું હતું. એક યુવાન દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. ત્યારે મૃતકના ભાઈ પવન કુમારે નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી અને પરિવારને વળતર આપવાની માંગ કરી છે.
