સોનગઢ: ધારણા પર બેસેલા ગ્રામજનોને બંદૂકથી ગોળી મારવાની ધમકી
ગોળી મારવાની ધમકી અપાતા સોનગઢ પોલીસને ફરિયાદ કરાઈ
નવીન નામના વ્યક્તિ એ ગોળી મારવાની ધમકી આપ્યા ના આક્ષેપ કરાયો
સોનગઢ નજીક સહજાનંદ સ્ટોન કવોરી સામે ધારણા પર બેસેલા ગ્રામજનો ને બંદૂક થી ગોળી મારી દેવાની ધમકી અપાતા સોનગઢ પોલીસ ને ફરિયાદ અપાઈ.
બે દિવસ થી સોનગઢ ના પોખરણ ખાતે આવેલ સહજાનંદ સ્ટોન કવોરી બંધ કરવાની માંગ સાથે આસ પાસ ના ગામ લોકો ધારણા પર બેઠા છે. નવીન નામ ના વ્યક્તિ એ ગોળી મારવાની ધમકી આપ્યા ના આક્ષેપ કરાયો છે. કવોરી માલિકો દ્વારા ગામ મા આવી લોકો ને પૈસા ની લાલચ આપી કે ધમકાવી મેટર પતાવવા દબાણ કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. આવનાર દિવસો મા આ કિસ્સા મા ઘર્ષણ થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ તો પોલીસ અને સ્થાનિક તંત્ર ની કામગીરી પર સૌ ની નજર છે..
