કુંભારવાડા વિસ્તારમાં વીજ લાઈન નો મુખ્ય વીજ કેબલ તૂટી પડતા અફરાતફરી સર્જાઈ
વીજ તંત્ર એ ગંભીર બેદરકારી દાખવી રહેણાંકી વિસ્તારમાં લાઈન તૂટી હોવા છતાં વીજતંત્ર એ તત્કાલ પગલાં ન લીધા
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રામદેવનગરમાં મુખ્ય પાવર સ્ટેશનથી પેટા પાવર સ્ટેશનમાં સપ્લાય કરતી વીજલાઈન નો મેઈન કેબલ અચાનક રહેણાંકી વિસ્તારમાં તૂટી પડતા અફરાતફરી નો માહોલ સર્જાયો છે વીજતંત્રની ગંભીર બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાય છે પરંતુ સદ્દનસીબે કોઈ જાનહાની સર્જાવવા પામી ન હતી.
શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રામદેવનગર એક માં આવેલ કેટલાક મકાનો પરથી પાવર સ્ટેશનોમાં સપ્લાય થતી વીજ લાઈન એટલે કે મેન પાવર સપ્લાય ની હેવી કેબલ પસાર થાય છે આજરોજ બપોરના સમયે અકસ્માતે મુખ્ય લાઈન પૈકી એક લાઈનનો કેબલ એકાએક તૂટીને રહેણાંકી વિસ્તારમાં પડ્યો હતો લોકોના ફળિયામાં જીવંત બીજ વાયર પડવાના કારણે થોડી વાર માટે અફરાતફરરીનો માહોલ સર્જાયો હતો લોકોએ તત્કાળ આ બનાવ સંદર્ભે સ્થાનિક પીજીવીસીએલ તંત્રને જાણ કરી હતી. જાણ કર્યા બાદ પણ એક કલાક સુધી વિવિધ તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓ સ્થળ પર ફરક્યા ન હતા હાઈ ટેન્શન વાયર તૂટી પડતા પીજીવીસીએલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે અને આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..
