બારડોલીના તેન ગામે શેરડીના ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મુદ્દે ખુલાસો

Featured Video Play Icon
Spread the love

બારડોલીના તેન ગામે શેરડીના ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મુદ્દે ખુલાસો
મહિલાની હત્યા નીપજાવી શેરડીના ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી

સુરત જિલ્લા ના બારડોલી ના તેન ગામ ની સિમ માં હત્યા ની ઘટના બની હતી. તેન ગામે શેરડી ના ખેતર માંથી એક મહિલા ની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. બારડોલી ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલ સી બી પોલીસ તપાસ માં જોડાઈ હતી.

સરદાર નગરી ગણાતા બારડોલી પંથક માં. જ્યાં હત્યારાઓ દ્વારા ક્રૂર રીતે એક મહિલા ને રેહશી નાખી હતી. બારડોલી ને અડી ને આવેલ તેન ગામ ની સિમ માં એક શેરડી ના ખેતર માંથી એક મહિલા નો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ બાબતે સ્થાનિક બારડોલી ટાઉન પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી હતી. સાથે જ જિલ્લા એલ સી બી ની ટિમ પણ દોડતી થઈ હતી. 2 બનાવ સંદર્ભે ઘટના સ્થળે પોહચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. મહિલા બારડોલી ની અને હાલ થોડા સમય થી તેન ગામે રહેતી જ્યોતિ રાઠોડ નામ હોવાનું ખુલ્યું હતું. બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળ ની મુલાકાત લીધી હતી. અને ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલસીબી , એફએસએલ ની મદદ લેવાય હતી. સમગ્ર ઘટના માં પ્રેમપ્રકરણ માં હત્યા ની ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *