સુરતમાં લુંટેરી દુલ્હનની માતા ઝડપાઇ
વરાછા પોલીસે દુલ્હનની માતાને પકડી પાડી
વરાછાના યુવક સાથે લગ્ન કરી 2.21 લાખ પડાવ્યા
સુરતમાં લગ્નવાંચ્છુકોને લગ્નના સપના બતાવી તેઓને લુંટી લેનારાઓની ટોળકી લુંટેરી દુલ્હનની માતાને પણ વરાછા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી છે.
સુરતમાં લગ્ન કરી છેતરપિંડી આચરનાર લૂંટેરી દુલ્હનની માતા ઝડપાઈ છે. સુરતના વરાછાના યુવક સાથે લગ્ન કરી 2.21 લાખ પડાવી લીધા હતા. તો રૂપિયા લઈને દુલ્હન માનતા પુરી કરવાનાં બહાને ઘરેથી નીકળી ગઈ હતી. તો યુવક દ્વારા વારંવાર સમજાવટ છતાં યુવતી પરત આવી ન હતી. અને લગ્ન બાદ યુવતી ઘરે પરત ન આવતા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. મૃતક યુવકના ભાઈ દ્વારા આ મામલે ચાર ઈસમો સામે વરાછા પોલીસમા ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે વરાછા પોલીસે વડોદરા ખાતેથી લૂંટેરી દુલ્હનની પાલક માતાને પકડી પાડી છે. જ્યારે પકડાયેલ આરોપી સીમા પટેલ અગાવ પણ ઝડપાઈ ચુકી હોવાનુ સામે આવ્યુ છે.