સુરતના સરથાણા નેચર પાર્કની આવકમાં વધારો
ઉનાળુ વેકેશન દરમિયાન 40.39 લાખ રૂપિયાની આવક થઈ
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ મુલાકાતીઓએ વિઝિટ કરી
સુરત મહાનગર પાલિકાના સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયને આ વખતે ઉનાળુ વેકેશન ફળ્યુ હોય તેમ ગત વર્ષ કરતા આ વખતે વધુ મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લેતા આવકમાં પણ વધારો જોવા મળ્યો છે.
સુરતમાં સરથાણા પ્રાણીસંગ્રહાલય નેચરપાર્કને ઉનાળુ વેકેશન ફળ્યું હોય તેમ લાગી રહ્યુ છે. વેકેશન દરમિયાન 1.94 લાખ લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી જેને લઈ સરથાણા નેચર પાર્ક ઉનાળુ વેકેશન દરમિયાન 40.39 લાખ રૂપિયાની આવક થઈ છે. 5 મેથી 8 જૂન સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકોએ સરથાણા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી જેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ મુલાકાતીઓએ વિઝિટ કરી છે. સુરત પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, દીપડા, રીંછ અને જળ બિલાડી સહિત પક્ષીઓ આકર્ષક નું કેન્દ્ર બન્યા હતાં. તો આ અંગે ઝુ સુપ્રિટેન્ડન્ટએ વધુ માહિતી આપી હતી.