વડોદરા છાણીમાં ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બબાલ

Featured Video Play Icon
Spread the love

વડોદરા છાણીમાં ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બબાલ
‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ સૂત્ર અંતર્ગત હેપ્પી ગ્રુપ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ
બેટ – સ્ટમ્પ વડે 2 ટીમના પ્લેયરો વચ્ચે મારામારી થતા 4 લોકો થયા ઇજાગ્રસ્ત
ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવકને સારવાર અર્થે ખસેડાયો

 

વડોદરા છાણીમાં ટીપી 13 વિસ્તારમાં ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ સૂત્ર અંતર્ગત હેપ્પી ગ્રુપ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગત તારીખ 20મી મેથી શરૂ થયું હતું. સોમવારે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બે ટીમો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સામસામે છુટા હાથની મારામારી થતા ત્રણથી ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી.

વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર એકના ઉપપ્રમુખ હિતેશ મકવાણાએ ‘હેપ્પી ગ્રુપ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ’નું આયોજન કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલદિલીપૂર્વક રમાઈ રહી હતી, પરંતુ સોમવારે રાત્રે ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી તેમાં કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ઉપગ્રહ બોલાચાલી અને ત્યારબાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ હતી. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી જઈ મામલો શાંત પાડ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો.

ક્રિકેટ ટુર્નામેન્ટમાં સતત અડધો કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને મારા મારી ચાલતી રહેતા તેની જાણ પોલીસને થતા ઘટના સ્થળે આવી પહોંચી મામલો કાબુમાં લીધો હતો. દરમિયાનમાં મારામારીમાં ત્રણથી ચાર યુવકને બીજા પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને પહોંચાડવામાં આવ્યો હતો. મારામારી દરમિયાન કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી હતી. જેથી ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઇક પરથી ખેલાડીઓને ખેલદીલી પૂર્વક રમવું જોઈએ નહી તો ના રમવું જોઈએ નહીં અને ટ્રોફી તોડી નાખી તે ખૂબ જ ખોટું કર્યું છે તેમ કહી ઠપકો પણ આપ્યો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *