અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વિચિત્ર ઘટના સામે આવી
8 વર્ષના બાળકની પાંપણમાંથી જોવા મળી જીવાત
28 જેટલી જુ દેખાતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાયા
35 જેટલા ઈંડા પણ આંખની પાપણમાં જોવા મળ્યા
ડોકટર દ્વારા સામાન્ય રીતે આંખના દર્દીઓના નાના મોટા અનેક ઓપરેશન અને દર્દોનો ઇલાજ કરાતો હોય છે પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આઠ વર્ષના બાળકની આંખની પાંપણમા જટીલ સમસ્યા જોવા મળી. પાંપણ પર કેટલાક જીવિત જંતુ બાજી ગયા હોય અહી ઓપરેશન દ્વારા આવા 30 જંતુ દુર કરવામા આવ્યા હતા.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખાદી કાર્યાલય કેમ્પસમા વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ચલાવવામા આવે છે. જયાં તમામ દર્દની વિનામુલ્યે સારવાર, દવા અને ઓપરેશન કરવામા આવે છે. અહીના આંખ વિભાગમા ડો. મૃગાંક પટેલ સેવા આપી રહ્યાં છે. તેમણે ઘણા જટીલ ઓપરેશન પણ અહી પાર પાડયા છે. અહી એક આઠ વર્ષના બાળકને તેના વાલી બતાવવા માટે આવ્યા હતા. જેની પાંપણ ખુબ જ દુખતી હતી અને ખજવાળ આવવા સાથે આંખ લાલચોળ રહેતી હતી. ડોકટર અને તેની ટીમે જીણવટભરી તપાસ કરતા આંખની પાંપણમા કેટલાક જીવિત જંતુ ચોટયા હોવાનુ જણાયુ હતુ, જેને પગલે એક ઓપરેશન કરવાનુ નક્કી થયુ અને આંખની આ પાંપણમાથી એક પછી એક એમ 30 જીવિત જંતુ દુર કરવામા આવ્યા હતા
ઓપરેશન બાદ બાળકને તુરંત રાહત થઇ હતી અને બીજા દિવસે આંખ નોર્મલ થઇ ગઇ હતી. આ બાળકનુ ઓપરેશન ઇંજેકશન આપ્યા વગર માત્ર આંખમા ટીંપા નાખીને કરવામા આવ્યુ હતુ. અને માથાની જુ જેવા જણાતા 30 જંતુ દુર કરાયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી