સુરતમાં વ્યાજખોર સામે વરાછા પોલીસની કાર્યવાહી
2.30 લાખ સામે 22 લાખથી વધુ પડાવનાર ઝડપાયો
પઠાણી ઉઘરાણી સાથે માર પણ માર્યો હતો
સુરતમાં વ્યાજખોરોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે વરાછા પોલીસે 2.30 લાખ વ્યાજે લેનાર પાસેથી 22 લાખ પડાવી લેનાર વ્યાજ માફીયાને ઝડપી પાડ્યો છે.
સુરતમાં વ્યાજ માફીયાઓનો આતંક વારંવાર પોલીસ ચોંપડે ચઢી રહ્યો છે. ત્યારે સુરતની વરાછા પોલીસે વ્યાજખોર સામે કાર્યવાહી કરી છે. ફરિયાદી કારખાનેદાર ભાવેશ મકવાણાએ અલગ અલગ સમયે 2.30 લાખ વ્યાજે લીધા હતા જેના વ્યાજખોરએ 20 ટકા લેખે વ્યાજે રૂપિયા આપ્યા હતા અને 2.30 લાખ સામે 22 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી. રકમ કરતા વધુ વ્યાજ વસુલ્યા બાદ પણ વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરતી હતી જેથી વ્યાજખોરોથી કંટાળી કારખાનેદારે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વરાછા પોલીસે સૌરાષ્ટ્રના રાજુલાથી વ્યાજખોર કમલેશ હડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.